- અરવલ્લીમાં ધી પોલીસ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- કર્મચારીઓ, સામાજીક અને શૈક્ષણિક ખર્ચ, મેડીકલ ખર્ચ તથા આકસ્મિક ખર્ચ માટે લોન મેળવી શકશે
- મેડીકલ વિમા, મૃત્યુ સહાય વિગેરે જેવી સેવા લાભ પણ પોલીસ કર્મચારીઓને મળી શકશે
અરવલ્લીઃ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા વહિવટી કર્મચારી માટે ડી.એસ.પી કચેરી ખાતે “ ધી અરવલ્લી પોલીસ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટી (APCCS)ની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્રારા કરવામાં આવ્યુ હતું.
અરવલ્લી DSP કચેરી ખાતે ધી પોલીસ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આકસ્મિક ખર્ચ વિગેરે જરૂરીયાતનો પહોંચી વળવા માટે મંડળીમાંથી વ્યક્તિગત લોન મેળશે
આ ક્રેડીટ સોસાયટીમાં આવનાર ભવિષ્યમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા વહિવટી કર્મચારી બચત કરી અનેક લાભ મેળવી શકશે. કર્મચારીઓ, સામાજીક અને શૈક્ષણિક ખર્ચ, મેડીકલ ખર્ચ તથા આકસ્મિક ખર્ચ વિગેરે જરૂરીયાતનો પહોંચી વળવા માટે મંડળીમાંથી “ વ્યક્તિગત લોન જે બેંક કરતા ઓછા વ્યાજ દરે અને તાત્કાલીક સમયમાં મેળવી શકશે. આ ઉપરાંત મેડીકલ વિમા, મૃત્યુ સહાય વિગેરે જેવી સેવા લાભ પણ પોલીસ કર્મચારીઓને મળી શકશે.
અરવલ્લી DSP કચેરી ખાતે ધી પોલીસ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું