મોડાસામાં ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં - કોન્ટ્રાકટર
અરવલ્લી : મોડાસા નગરમાં PNG ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે.
કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં
મોડાસામાં ઘર સુધી PNG ઉપલબદ્ધ કરાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . જોકે સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાકટરે નગરના રહેણાંક વિસ્તારમાં માર્ગોની બાજુમાં ખાડા ખોદી કામગીરી કર્યા પછી યોગ્ય રીતે સમારકામ ન કરતાં નગરજનોએ નગરપાલિકામાં એજન્સી વિરૂધ અરજી કરી હતી. જેના પગલે નગરપલિકાએ સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાન્ટરને ખોદેલા ખાડાઓ પર યોગ્ય સમારકામ કરવાની તાકીદ કરી છે.