- અરવલ્લીના રામપુર ગામના ગોપાલકો દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી
- ભગવાનની આરતી કર્યા બાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવે છે
- ગામના સૌ નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામાં આવે છે
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામના ગૌપાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. બેસતા વર્ષની વહેલી સવારે ગામના પાદરે આવેલા કૃષ્ણ ભગવાનના મંદિરે આબાલવૃદ્ધ સૌ એકઠા થયા હતા. ભગવાનની આરતી કર્યા બાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવ્યા હતા. ગામના સૌ નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામાં આવ્યા હતા.