ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા સહયોગ ચોકડી પર કલેક્ટરે સર્કલનું ખાતમુહર્ત કર્યુ - અકસ્માતમાં યુવતીનુ મોત

ત્રણ માસ અગાઉ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાના બાયપાસ રોડ પર સહયોગ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવાને ટ્રક ચાલકે અડફેટે લેતા ગર્ભવતી યુવતીનું મોત થયુ હતું. જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સર્કલની બનાવવાની માગ સાથે શહેરીજનોએ ત્રણ-ચાર કલાક રોડ ચક્કાજામ કરતા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ટૂંક સમયમાં સર્કલ બનાવવાની જાહેરાત કરતા મામલો થાળે પડ્યો હતો. જેના અનુસંધાને શુક્રવારે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે સર્કલનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

મોડાસા સહયોગ ચોકડી પર કલેક્ટરે સર્કલનું ખાતમુહર્ત કર્યુ
મોડાસા સહયોગ ચોકડી પર કલેક્ટરે સર્કલનું ખાતમુહર્ત કર્યુ

By

Published : Apr 2, 2021, 8:07 PM IST

  • ત્રણ માસ અગાઉ અકસ્માતમાં યુવતીનું મોત થયુ હતું
  • સર્કલ બનાવાની માગ સાથે લોકોએ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો
  • સર્કલ બનાવવાની માગને તંત્રએ સ્વીકાર કર્યો

આ પણ વાંચોઃઆંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત: ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત

અરવલ્લીઃ જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરના બાયપાસ રોડ પરથી શામળાજી-ગોધરા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. જેથી મોટા વાહનોથી આ માર્ગ 24 કલાક ધમધમતો રહે છે. બાયપાસ રોડ પર ઇન્ટરસેક્શન આવેલું છે. જ્યાં અકસ્માત સર્જાયાના બનાવો બનતા રહે છે. ત્રણ માસ અગાઉ પુરઝડપે આવી રહેલા ટ્રકે એક્ટીવાને અડફેટે લેતા એક્ટીવા પાછળ સવાર એક યુવતીનું મોત થયુ હતું. જેના પગલે ચોકડી પર સર્કલ બનાવાની વર્ષો જુની માગ ફરીથી ઉઠી હતી. સર્કલ બનાવાની માગ સાથે લોકોએ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ રહેતા છેવટે વહિટીતંત્રએ સ્થળે ઉપર આવી મામલાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મોડાસા SDMએ સહયોગ ચોકડી પર આવી તાત્કાલીક ધોરણે સમસ્યાનું નિવારણ લાવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ત્રણ માસ અગાઉ અકસ્માતમાં યુવતીનું મોત થયુ હતું

આ પણ વાંચોઃજુનાડીસા પાસે ગ્રામ્ય વિકાસ કમિશ્નરને નડ્યો અકસ્માત

સર્કલ બનાવવાની વર્ષો જૂની માંગ સ્વીકારાતા મોડાસાના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો

આ અંગે કાર્યવાહી થતા મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર ૩૫ લાખના ખર્ચે સર્કલ નું નિર્માર્ણ થશે જેનું ખાતમુહર્ત જિલ્લા કલેકટર ના હસ્તે કરવામાં આવ્યુ હતું . આ સર્કલનું કામકાજ ત્રણ માસ માં પરીપૂર્ણ કરવામાં આવશે તેવુ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. વર્ષો જૂની માંગ સ્વીકારતા મોડાસાના રહિશો એ હાશકારો અનુભવ્યો હતો.

મોડાસા સહયોગ ચોકડી પર કલેક્ટરે સર્કલનું ખાતમુહર્ત કર્યુ

ABOUT THE AUTHOR

...view details