- પાલક માતા પિતા યોજના દ્વારા બાળકોને લાભ
- અરવલ્લી જિલ્લામાં 752 બાળકોને રાજ્ય સરકાર દ્વારા સહાય
- સરકાર બને છે નોંધારાનો આધાર
અરવલ્લીઃ નાની ઉમંરે બાળક જ્યારે માતા પિતાની છત્રછાયા ગુમાવે છે, ત્યારે તે દિશાશુન્ય થઇ જાય છે. આવા નોંધારા બાળકોનો આધાર બનવા માટે સરકાર દ્રારા ખૂબ મહત્વપૂર્ણ ‘પાલક માતા પિતા’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર માઁ-બાપની ભૂમિકા ભજવી તેના આશ્રિતો માટે પાલકની ભૂમિકા ભજવે છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નવેમ્બર-2020 સુધી પાલક માતા-પિતા યોજના અંતર્ગત કુલ 752 બાળકોને સહાય આપવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં 752 બાળકોને પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો અરવલ્લીમાં આપવામાં આવતી સહાય
અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાંથી 79, બાયડ તાલુકામાં 106, ભિલોડા તાલુકામાં 203, માલપુર તાલુકામાં 85, મેઘરજ તાલુકામાં 113 અને મોડાસા તાલુકામાં 166 બાળકોને લાભ આપવામાં આવ્યો છે.
કેવા બાળકોને સહાય આપવામાં આવે છે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 0થી 18 વર્ષ સુધીના બાળકો કે જેઓ અનાથ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ બાળકને તરછોડી પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોના સર્વાંગી વિકાસ માટે પાલક માતા-પિતા યોજના અંતર્ગત માસિક રૂ. 3000/-ની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાળકના નજીકના સગા-સબંધી હોય તેવા પાલક માતા-પિતા બનવા તૈયાર દંપતિની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/-થી વધુ અને શહેરી વિસ્તારમાં રૂ. 36000/-થી વધુ હોવી જોઈએ તથા બાળક આંગણવાડી અથવા શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ, તેમજ બાળકના તેના પાલક વાલી સાથે સંયુક્ત બેંક ખાતું હોવું જોઈએ.
અરવલ્લી જિલ્લામાં 752 બાળકોને પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો કોણ કરે છે યોજનાનું સંચાલન
અરવલ્લી જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યરત છે અને આ યોજનાની સહાય જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી (SFCAC)ની બેઠક યોજી મંજૂર કરવામાં આવે છે.