- દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો
- બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો
- જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક
અરવલ્લી :કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. એક તરફ બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કુદકેને ભુસકે વધતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ સમાન છે. છેલ્લા દોઢ વર્ષ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.
આ પણ વાંચો : EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ
તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા
એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંધવારી આ બન્ને વચ્ચે સામાન્ય વર્ગ પીસાઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી મધ્યમ વર્ગના લોકોની આવકમાં ઘટાડો થયો છે. જેની સામે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ લગભગ દર માસે વધી રહ્યા છે. જેમાં તેલના ભાવ તો ભડકે બળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષ તેલના ભાવ ડબલ થઇ ગયા છે. બજારમાં તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે તે સામાન્ય માણસની સમજ બહાર છે.