ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના બ્રિટાનિયા બિસ્કિટ ડ્રિસ્ટ્રીબ્યુટરે પોલીસનો આભાર માની બિસ્કિટના ભેટમાં આપ્યા - arrvali latest news

કોરોનાની ચાલી રહેલી મહામારીમાં પોલીસ જવાનો ખડેપગે પોતોના પરિવારની ચીંતા કર્યા વગર દીવસ-રાત સેવા કરી રહેલા જવાનો માટે અરવલ્લી જિલ્લાના બ્રિટાનિયા બિસ્કિટ ડ્રિસ્ટ્રીબ્યુટરે અરવલ્લી પોલીસ માટે ગુડ ડે બિસ્કીટના 25 કાર્ટન પોલીસ કર્મીઓને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપ્યા હતા.

અરવલ્લી
અરવલ્લી

By

Published : May 1, 2020, 3:24 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના ફેલાતો અટકાવવા પોલીસ દિવસ રાત ખડે પગે સેવા આપી રહી છે, ત્યારે વિવિધ સેવાકિય સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ તેની સરાહના કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના બ્રિટાનિયા બિસ્કિટ ડ્રિસ્ટ્રીબ્યુટરે અરવલ્લી પોલીસ માટે ગુડ ડે બિસ્કીટના 25 કાર્ટન પોલીસ કર્મીઓને પ્રોત્સાહન તેમજ તેમની સેવાની કદર સ્વરૂપે ભેટ આપ્યા હતા.

આ સાથે આ ડ્રિસ્ટ્રીબ્યુટરએ એક આભાર પત્ર પણ આપ્યો હતો. જેમાં જણાવ્યુ હતું કે, કોરોના જેવી મહામારીથી સમાજને બચાવવા માટે સતત લડી રહેલા દરેક કોરોના વોરિયર્સને હ્યદયના ઉડાણથી શત શત નમન...આપ અમારા માટે રિયલ હીરો છો, જે આ સંકટના સમયમાં અમારા અને અમારા પરિવાર માટે પોતાની જિંદગીને મુશ્કેલીમાં મુકી રહ્યા છો. આપના આ સમર્પણ ભાવના કારણે જ અમે સુરક્ષિત અનુભવ કરી રહ્યાં છીએ. જેથી કરીને આપને અને આપના પરિવારને દિલથી વંદન કરીએ છીએ..

ABOUT THE AUTHOR

...view details