- હોસ્પિટલમાં સમગ્ર જિલ્લાનું સૌથી અધ્યતન ડાયલીસીસ સેન્ટર કાર્યરત
- દર મહિને 700 જેટલા ગરીબ દર્દીઓ સરકારી યોજના હેઠળ ડાયલીસીસ કરાવે છે
- પ્રધાનમંત્રી આયુષમાન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અપાયો એવોર્ડ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષમાન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લાનાં મોડાસામાં કાર્યરત ધી ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત જનરલ હોસ્પિટલને એવોર્ડ એનાયત કર્યો છે. ઉલ્લેખનિય છે કે, બિન સરકારી હોસ્પિટલોમાં સમગ્ર જિલ્લામાં માત્ર આ જ સંસ્થાને એવોર્ડ મળ્યો છે.
બિન સરકારી હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાં માત્ર આ સંસ્થા ને એવોર્ડ
મોડાસાના ધી ઘાચી આરોગ્ય મંડળ સંચાલિત જનરલ હોસ્પિટલને અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. બિન સરકારી હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાં માત્ર આ સંસ્થા ને એવોર્ડ મળતા સંસ્થાના હોદ્દેદારો માં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં જિલ્લાનું અધ્યતન ડાયલીસીસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર મહિને અંદાજીત ૭૦૦ ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ સરકારી યોજના હેઠળ ડાયલીસીસ કરાવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ગાયનેક, સર્જન અને જનરલ ફીઝીશીયન વિભાગમાં પણ સરકારની યોજનાઓ અંતર્ગત મોટી સંખ્યમાં દર્દીઓ લાભ લઈ રહ્યાં છે.