અરવલ્લી: મોડાસામાં રહેતા સલીમભાઈના દિકરાએ કોઇક કારણસર વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. આ વ્યાજખોરો ત્રણ ઘણું વ્યાજ વસુલ કરતા હતા. થોડા સમય પછી પીડિતે નાણાં આપવાનું બંધ કરી દીધુ હતું. જેથી વ્યાજખોરોની ટોળકી ઉશ્કેરાઇ ગઇ હતી અને પીડિતના ઘરે તોડફોડ કરી તેમને શારીરીક ઇજાઓ પહોંચાડી હતી.
અરવલ્લીમાં વ્યાજખોરોનો ત્રાસ, વ્યાજ બાબતે થઈ મારપીટ - news in Modasa
અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરો જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસોને ઉંચા વ્યાજે નાણાં આપે છે. જેની ચુકવણીમાં વિલંબ થતા આવા તત્વો મારઝૂડ પર પણ ઉતરી આવે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં બની હતી. જેમાં વ્યાજખોરોએ વ્યાજે આપેણ કરતા ત્રણ ગણા વધુ નાણાંની ઉઘરાણી કરી હતી. જોકે, પીડિતે આ નાણાં આપવાની અસમર્થતા દર્શાવતા તેની સાથે મારઝૂડ કરી હતી, ત્યારે સમગ્ર મામલો મોડાસા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અરવલ્લી
પીડિત પરિવારે આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, અરવલ્લીમાં અને મોડાસામાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. વ્યાજખોરોની પઠાણી ઉઘારણીની ઘટનાઓ છાસવારે બની રહી છે, ત્યારે પોલીસે આ ગેરકાયદેસર લાઇસન્સ વિના વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.