- મોડાસાના વાંટડા ટોલબુથ પર અસામાજિક તત્વોનો આંતક
- અસામાજિક તત્વોના ટોળાએ બુથમાં તોડફોડ કરી
- ટોળાએ બુથમાં રહેલા કોમ્પ્યુટર સહિત ઉપકરણોને પહોચાડ્યું નુકશાન
અરવલ્લી: જિલ્લામાંથી પસાર થતા નેશનેલ હાઇવે નંબર 8 પર વાંટડા ટોલ પ્લાઝા આવેલું છે, જ્યાં સોમવારે સાંજે અસામાજીક તત્વોએ પથ્થરો અને લાકડીઓ વડે કર્મચારીઓ પર હુમલો કરી ટોલ પ્લાઝા પર તોડફોડ કરી હતી. ટોલ પ્લાઝા પર નોકરી કરતા કર્મચારીઓને જીવ બચાવવા સંતાઈ જવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર વાંટડા ટોલ પ્લાઝા પર વાંટડા ગામના કેટલાક તોફાની તત્વોએ ટોલબુથના સુપરવાઇઝર સાથે ટોલ બુથ પરથી એમ્બ્યુલન્સ ન મોકલવા બાબતે ઉશ્કેરાઈ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા ૫ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.