- રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવા સરકારે કર્યો નિર્ણય
- ગ્રામ્ય વિસ્તારોમાં કોચિંગ ક્લાસ હોવાથી વિદ્યાર્થીઓને થશે અન્યાય
- ગામડાઓમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવા કરાઈ માંગ
અરવલ્લી : કોરોના સંક્રમણ ( Corona Gujarat ) ઘટતા તાજેતરમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં શાળા-કોલેજો બંધ રહેશે, પરંતુ કોચિંગ શરૂ કરી શકાશે. જેમાં ધોરણ 9થી કોલેજ સુધીના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને કોચિંગ આપતા ક્લાસીસ( Tuition Classes ) 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જોકે, કોંચીગ ક્લાસીસ મોટા ભાગે ગામડાઓમાં હોતા નથી, આથી ફક્ત કોંચિંગ ક્લાસીસ શરૂ કરી ગામડાઓના વિદ્યાર્થીઓને અન્યાય થયાની લાગણી પ્રસરી છે.
ગામડાઓમાં કોચિંગ ક્લાસ ન હોવાથી વિદ્યાર્થીઓને અન્યાય આ પણ વાંચો:રાજકોટમાં ટ્યૂશન ક્લાસ 50 ટકા કેપેસિટી સાથે 15 જુલાઈ શરૂ થશે
ગામડાઓમાં નથી પહોંચી કોચિંગ ક્લાસીસની પ્રથા
કોરોના વાઇરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સૌથી વધુ અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી છે. શાળા જ્યારે પણ રાબેતા મુજબ ખુલશે ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણમાં આવેલા શૂન્યાવકાશને કેવી રીતે ભરપાઇ કરાશે, તે પ્રશ્ન વાલીઓ તેમજ શિક્ષકોને મુંજવી રહ્યો છે. ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચીંગ સેન્ટર્સ, ટ્યૂશન ક્લાસીસને તેની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતો સાથે ચાલુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે ગામડાઓમાં જ્યાં કોચિંગ ક્લાસીસની પ્રથા નથી, ત્યાં વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવી લાગણી વાલીઓમાં પ્રસરી છે.
આ પણ વાંચો:આણંદમાં 15 જુલાઈથી ટ્યૂશન ક્લાસીસમાં શરૂ કરાશે ઓફલાઇન શિક્ષણ
ગામડાના વિદ્યાર્થીઓને કનેક્ટિવિટીનો અભાવ
નગરો અને શહેરોના બાળકોની સરખામાણીમાં ગામડાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ યોગ્ય કનેક્ટિવિટીના અભાવે યોગ્ય મળ્યું નથી. આથી, સરકારે હવે નિયંત્રણો હળવા કરી કોંચિંગ ક્લાસીસ શરૂ કરવાની છુટ આપી છે, ત્યારે ગામડાઓમાં પણ ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે.