મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો
મોડાસા : નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019 હરીફાઈ કેરલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં રાષ્ટીય કક્ષાએ શ્રેષ્ઠ 19 પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી. મોડાસાની એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીના વિજ્ઞાન પ્રોજેક્ટનું રાષ્ટ્રીય કક્ષાએ 15માં ક્રમે પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધા ત્રિવેન્દ્રમ ખાતે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાઇ હતી.
મોડાસાની વિધાર્થીનીનો પ્રોજેકટ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યો
શ્રુતિ પટેલ દ્વારા રજૂ થયેલા સેરેબ્રલ પાલ્સી વિશેના સંશોધનમાં આગવી સૂઝ અને સંશોધન પ્રક્રિયા માટેની જાણકારી તેમજ સજજતા અનિવાર્ય છે. શ્રુતિ પટેલે મગજના લકવાગ્રસ્ત બાળકો દ્રારા આપવામાં આવતા સંકેતો સમજવા માટેની કિટ તૈયાર કરી છે . જેમાં અલગ અલગ પ્રકારની LED લાઈટ લગાવામાં આવી છે જે સંકેતો પ્રમાણે ઓન ઓફ થાય છે.