24 કલાક દુકાનો ચાલુ રાખવાના નિર્ણયને અરવલ્લીમાં મળ્યો સારો પ્રતિકાર - gujarati news
અરવલ્લીઃ રાજ્ય સરકારના 24 કલાક દુકાનો ચાલુ રાખવાના નિર્ણયને મોડાસામાં લોકોનો સારો આવકાર મળી રહ્યો છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ચાની કેટલીક દુકાન તેમજ રેસ્ટોરન્ટ ચલાવતા દુકાનદારોને તેનો લાભ થવાની શક્યતાઓ છે.
અરવલ્લીમાં રાજ્ય સરકારે 1 મેથી 24 કલાક દુકાન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી અરવલ્લી જિલ્લાના નાના દુકાનદારોને તેનો લાભ થવાની શક્યતાઓ છે. જેમાં રાજસ્થાનની સરહદે જોડાયેલા અને આ જિલ્લામાંથી નેશનલ હાઇવે નંબર 8 પસાર થતો હોવાથી દિલ્હી જયપુર તેમજ આવતા વાહનોની અવરજવર મોટી હોય છે.
વધુમાં મોડાસા થઈ વડોદરાનો રસ્તો ટૂંકો હોવાથી મોડાસા શહેરમાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. અગાઉ રાત્રે ખાણી પીણીની દુકાનો બંધ રહેતી હોવાથી મુસાફરોને તકલીફ પડતી હતી. જો કે, હવે 24 કલાક દુકાનો ચાલુ રહેવાથી દુકાનદારોને રોજગારમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ છે.