ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી ભક્તો માટે શામળાજી મંદિર ખુલ્લું મૂકાશે - Shamlaji temple will open

કોરોનાને લઈ લોકડાઉન બાદ આજથી તમામ ધાર્મિક સ્થાનો ખુલવાના છે. ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ મંદિર ખોલવાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સોમવારથી ભક્તો માટે શામળાજી મંદિર ખુલ્લુ મુકાશે
સોમવારથી ભક્તો માટે શામળાજી મંદિર ખુલ્લુ મુકાશે

By

Published : Jun 7, 2020, 9:03 PM IST

Updated : Jun 8, 2020, 5:33 AM IST

શામળાજીઃ કોરોનાની મહામારીને લઇ સમગ્ર દેશ અને ગુજરાત લોકડાઉનને કારણે થંભી ગયું હતું. રોગનું સંક્રમણ ન વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં હતા. પરંતુ અનલોક-1ના પ્રારંભ સાથે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી તકેદારી સાથે, ભક્તો માટે મંદિર ખુલ્લા મુકવાનો નિર્ણય સરકાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અરવલ્લીમાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પણ સોમવારથી ખુલ્લુ મૂકાશે.

21 માર્ચથી બંધ કરાયેલા મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે. જો કે, તેની સાથે વહીવટીતંત્ર દ્વારા પણ ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જ્યાં મદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે તો વળી હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ દ્વારની બહાર બૂટ-ચંપલ અલગ મૂકવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં દર્શન કરતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ સાથે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય રહે તે માટે ખાસ સર્કલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

સોમવારથી ભક્તો માટે શામળાજી મંદિર ખુલ્લુ મુકાશે
Last Updated : Jun 8, 2020, 5:33 AM IST

ABOUT THE AUTHOR

...view details