ગુજરાત

gujarat

By

Published : Jun 8, 2020, 6:55 PM IST

ETV Bharat / state

શામળાજી પોલીસે 8.5 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો

જિલ્લાના શામળાજી પોલીસે સોમવારના રોજ છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નિયમ અનુસાર 8.5 કરોડના દારૂના જથ્થાનો શામળાજી ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં નાશ કર્યો હતો.

8.5 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો
8.5 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો

અરવલ્લી : છેલ્લા ત્રણ વર્ષમાં શામળાજી પોલીસે 8.5 કરોડની ૩ લાખથી વધુની દારૂની બોટલો ઝડપી હતી. આ દારૂના જથ્થાનો નાશ કરવા જિલ્લા પોલીસ અધ્યક્ષ મયુર પાટીલે જવાબદાર તંત્ર પાસે મંજૂરી માગી હતી, પરંતુ કોરોનાના લોકડાઉનના કારણે આ કામગીરી શક્ય બની નહોતી.

8.5 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો

જોકે તંત્રની મંજૂરી મળતા, શામળાજી પોલીસે વર્ષ-2017થી 2020 સુધી પ્રોહીબીશનના 284 ગુનામાં જપ્ત કરેલો કુલ રૂપિયા 8,54,55,955/- કિંમતનો 3,21,153 નંગ દારૂની બોટલ અને બિયર ટીનના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી તેમજ પોલીસ ખાતાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દારૂના મોટા જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં જાણે દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં દારૂ બાંધી છે તેમ છતાં અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે, ત્યારે જે દારૂ પકડવામાં આવે છે તે ઉંટના મોઢામાં જીરા સમાન છે.

ABOUT THE AUTHOR

...view details