- અરવલ્લીમાં રવિવારે પણ શાળાઓ રહે છે કાર્યરત
- તમામ શાળાઓમાં દર રવિવારે કસોટી લેવામાં આવે છે
- રાજ્યના શિક્ષણ પ્રધાને પણ નોંધ લીધી છે
મોડાસા (અરવલ્લી): કોરોના વાઇરસના પગલે ગત વર્ષ ફેબ્રુઆરી માસથી રાજ્યની તમામ શાળાઓ અચોક્ક્સ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ, 3થી 4 માસ પછી ઑનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ હતું. જોકે, ઇન્ટરનેટ કનેક્ટીવીટીની સમસ્યાને લઈને અંતરિયાળ ગામ ટુંકડાના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શક્યું નથી. હવે ટૂંક સમયમાં બોર્ડની પરિક્ષાઓ યોજાવાની છે. ત્યારે, વિદ્યાર્થીઓ ચિંતિત થયા હતા, જોકે, આ સમસ્યાના નિવારણના ભાગરૂપે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાંની 211 માધ્યમિક શાળાઓમાં, બોર્ડની પરીક્ષા પુર્વે, વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે માટે દર રવિવારે કસોટી લેવામાં આવે છે. સાથે સાથે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામા આવે છે.
આ પણ વાંચો:ધરમપુરમાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
મોટા ભાગની શાળાઓમાં રવિવારે 90 થી 95 ટકા હાજરી