- મોડાસા નગરપાલિકાની 12 કર્મચારીની ભરતી રદ
- 2014માં નગરપાલિકા નિયામક દ્વારા સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી કરાઈ હતી
- ભરતી રદ કરવાનો વટ હુકમ કરતા નગરપાલિકામાં સન્નાટો છવાઈ ગયો હતો
અરવલ્લી : મોડાસા નગરપાલિકામાં વર્ષ 2014માં નગરપાલિકા નિયામક દ્વારા સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે ભરતી નિયમ વિરુદ્ધ મોડાસાના નગરપાલિકાના સત્તાધિશોએ 12 કર્મચારીઓની ભરતી કરી હતી. જેને જે તે વખતે તત્કાલીન જિલ્લા કલેક્ટર રદ કરી હતી. વિવાદીઓની અપીલમાં જતા રાજ્ય શહેરી વિકાસ વિભાગના અપીલ અધિકારીએ ભરતી યથાવત રાખી, કલેક્ટરના હુકમને રદ કરી, હુકમની પુન: ચકાસણીનો આદેશ કર્યો હતો. તપાસના અંતે મોડાસા નગરપાલિકાએ કરેલી 12 કર્મચારીઓની ભરતી સરકારના પરીપત્ર અને ઠરાવનો યોગ્ય અમલ થયો ન હોવાનું જણાવી પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકા ગાંધીનગર કમિશ્નર અમીત પ્રકાશ યાદવે ભરતી રદ કરવાનો વટ હુકમ કરતા નગરપાલિકામાં સન્નાટો છવાઈ ગયો હતો.
સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર, ટાઉન પ્લાનર, ટેકનિકલ આસીસ્ટન્ટ,સહિત 12 કર્મચારીઓની ભરતી કરાઈ હતી
વર્ષ-2012માં 77 જગ્યાઓ ભરવા મોડાસા નગરપાલિકાને, રાજ્ય નગરપાલિકા નિયામકે મંજૂરી આપી હતી. જેના આધારે જરૂરી ઠરાવ બાદ, પસંદગી સમિતિ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર, ટાઉન પ્લાનર, ટેકનિકલ આસીસ્ટન્ટ, સહિત 12 કર્મચારીઓની ભરતીને મંજૂરી આપવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરાઇ હતી. જોકે કલેક્ટરે આ અંગે બે વર્ષ સુધી મંજૂરી ન આપતા, પાલિકાના તત્કાલીન પ્રમુખે પોતાની સહી દ્વારા ભરતી કરી નાખી હતી.
આ પણ વાંચો: અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો