અરવલ્લી: જિલ્લામાં યુવતીના અપમૃત્યુ કેસમાં ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં વડના વૃક્ષ પર લટકતી હાલતમાં મળેલા યુવતીના મૃતદેહનો ડમી બનાવી સમગ્ર ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિક ઢબે પૂરાવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મોડાસા યુવતી અપમૃત્યુ કેસ: CID ક્રાઈમ અને FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુને 26 દિવસ થયા હોવા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે. જેથી CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે તેમની ટીમ અને FSLની ટીમ સાથે ઘટના સ્થળનું પૃથ્થકરણ કર્યું હતું.
CID ક્રાઈમ અને FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું
CID ક્રાઇમની ટીમે ગામમાં રહેનારા પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગામમાં કેટલીક જગ્યાએ સામાન્ય પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ટીમ ગાંધીનગર જવા રવાના થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં બીમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારએ સરેન્ડર કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, જ્યારે સતીશ ભરવાડ નામનો આરોપી હજૂ ફરાર છે. જેથી જિલ્લા પોલીસ સામે ઢીલી નીતિના આક્ષેપ થતાં 19 જાન્યુઆરીથી આ કેસ CID ક્રાઇમને સોંપવામાં આવ્યો છે.