- અરવલ્લીમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન પર જિલ્લા ભુસ્તરશાસ્ત્રી વિભાગે તવાઇ બોલાવી
- ચાલુ વર્ષે રૂપિયા 1 કરોડ 31 લાખ વસુલાયા
- માર્ચમાં 17 કેસો, અંદાજે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી: ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન પર જિલ્લા ભુસ્તરશાસ્ત્રી વિભાગે તવાઇ બોલાવી છે. જેમાં ચાલુ વર્ષે બિનઅધિકૃત ખનિજના કેસોમાં રૂપિયા 1 કરોડ 31 લાખ વસુલ કરવામાં આવ્યા છે.
જિલ્લા ખાણ ખનિજ દ્વારા સઘન ચેકિંગની કામગીરી
અરવલ્લી જિલ્લામાં અવાર નવાર ખાણ ખનિજની ઘટનાઓ ઘટતી હોય છે. જેને પગલે જિલ્લા ખાણ ખનિજ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાતું હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખનિજ ચોરીની ફરિયાદો મળતા જિલ્લા ખાણ ખનિજ દ્વારા રાત્રે અને દિવસે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યુ હતું. અરવલ્લી જિલ્લા ખાણ ખનિજની ટીમ દ્વારા ચાલુ માસમાં ગેર ધોરણ ખનિજ ખનન-વહન-સંગ્રહ બદલ કુલ 17 કેસો કરી અંદાજે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કલેક્ટર કચેરીમાં વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ કેસોમાં રૂપિયા 25 લાખની દંડકીય વસુલાત કરવા નોટિસ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત રૂપિયા 18 લાખની વસુલાત થયેલી છે.