ગત વિધાનસભાની ચૂંટણી બાયડથી ભાજપના ઉમેદવાર સામે જંગી મતોથી વિજય મેળવનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પદ પરથી રાજીનામુ ધરી દીધું છે. પોતાના મત વિસ્તારને ફકત દોઢ વર્ષમાં તરછોડી દેતા કાર્યકરોમાં રોષ વ્યાપો છે.
કોંગ્રેસના કાર્યકરોએ ધવલસિંહ ઝાલા વિરૂદ્વ રેલી કાઢી - malapur
અરવલ્લીઃ રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દેતા બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. બાયડમાં ધવલસિંહ ઝાલાના વિરુદ્ધમાં કોંગ્રેસના હોદ્દેદારોએ અને કાર્યકરોએ રેલી કાઢી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ZSf
બાયડમાં કાર્યકર્તાઓ રેલી કાઢી બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યા એકઠા થઈ “ધવલસિંહ ઝાલા ગદ્દાર છે” “ધવલસિંહ ઝાલા 15 કરોડમાં વેચાયા” અને “બાયડની પ્રજાને તમને છેતર્યા પ્રજા તમને કદી માફ નહિ કરે” ના વિવિધ બેનરો પ્રદર્શિત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી 31 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.