સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઠાકોર હારશે :કોંગ્રેસ MLA ધવલસિંહ ઝાલા - loksabha election
અરવલ્લી: કોંગ્રેસ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ફરી એક વખત પક્ષ વિરૂદ્ધ રોષ ઠાલવ્યો હતો. સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર રાજુસિંહ ઠાકોરના ચૂંટણી પ્રચારમાંથી તેમની બાદબાકી કરવા બદલ તેમણે રોષમાં આવી કહ્યું કે, રાજુ સિંહ ઠાકોર આ ચૂંટણી હારશે જશે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષમાં કેટલાક લોકો રાહ જોઇને બેઠા છે કે, ક્યારે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે અને જગ્યા ખાલી થાય. તેમણે વધુમાં કહ્યું કે તેઓ રાજીનામું નહી આપે.