ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડના આંબલીયારામાં રાજીવ ગાંધી ભવનનું લોકાર્પણ વન-પર્યાવરણ પ્રધાન રમણ પાટકરના હસ્તે કરાયું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલીયામાં બનેાલ રાજીવ ગાંધી ભવનનું લોકાર્પણ અને ચાંદરેજ ગ્રામપંચાયતનું ખાત મૂર્હત રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ પ્રધાન અને જિલ્લા પ્રભારી રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

By

Published : Feb 12, 2020, 3:54 PM IST

aa
બાયડના આંબલીયારા ખાતે નવીન બનેલ રાજીવ ગાંધી ભવનનું લોકાર્પણ કરાયું

અરવલ્લીઃ પ્રાસંગીક પ્રવચનમાં રમણભાઈ પાટકરે જણાવ્યું હતુ કે, આંબલીયા ખાતે નવા બનેલા આ ભવન પાછળ 14 લાખ જેટલી રકમ ખર્ચીને બનાવેલ જેનાથી ગ્રામજનોને પોતાના ગામમાં નવીન સગવડ ઉભી કરવામાં આવી છે. સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરી પ્રગતિના પંથે આગળ વધી રહી છે. ગામમાં શહેરીમા સ્વચ્છતા જાળવવીએ આપણા સૌની જવાબદારી છે. સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લોકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાત વિકાસના કામોમાં અગ્રેસર રહ્યું છે.

રમણભાઈ પાટકરએ ચાંદરેજ ગ્રામપંચાયત તથા તલાટી મંત્રીના રહેણાંકના મકાન નવીન બનાવવા માટેના મકાનનું ભૂમિપુજન કરતા ગામના લોકોને ગામમાં જ સગવડ મળી રહેશે. રમણભાઈ પાટકરે ગામના રસ્તા બનવાના બાકી છે. જેના પૂરા કરવાની ખાત્રી આપી હતી અને માજૂમની કેનાલથી ગામનું તળાવ ભરવા માટેનું જણાવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, નાયબ પશુપાલન અધિકારી, જિલ્લા પંચાયતની સદસ્ય અદેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પેશ પટેલ, તાલુકા અને જિલ્લાના સદસ્યઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details