અરવલ્લીમાં પોલીસે ૪ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારુને કર્યો જપ્ત, સ્પેર વ્હિલમાં સંતાડ્યો હતો દારૂ - wheel
અરવલ્લીઃ ગુજરાતમાં યેન કેન પ્રકારે દારૂ ગુસાડવાના બુટલેગરોના કિમીયાઓને પોલીસની નાકામ બનાવી રહી છે. શામળાજી પોલીસે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી . આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ફોર્ડ ઇકોસ્પોર્ટને અટકાવી હતી. જેની તપાસ કરતા પાછળના ભાગે લગાવેલ સ્પેર વ્હિલના કંટેનરમાં વિદેશી દારૂની બોટલો સંતાડેલ મળી હતી .
પોલીસે રાજસ્થાન તરફથી આવતી ફોર્ડ ઇકોસ્પોર્ટને અટકાવી હતી. ગાડીની અંદર તપાસ કરતા વધુ પાછળની સીટમાં ગુપ્ત ખાનામાં પણ દારૂ મળી આવ્યો હતો . પોલીસે રાજસ્થાનના દિલીપ હાંજા મીણાની ધરપકડ કરી દારૂની બોટલ નંગ-144 કીં.રૂ.43200/- નો જથ્થો મોબાઈલ નંગ-1000/- તથા કારની કીં.રૂ.400000/- મળી કુલ રૂ.444200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .આ ઉપરાંત વિદેશી દારૂ ઓર્ડર આપનાર અમદાવાદના આબાંવાડી વિસ્તારના વિશાલ નામના બુટલેગર તથા રાજસ્થાનના ઉપલા ફળા બડલા,ખેરવાડા ના સુમિત નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.