અણદાપુર: અરવલ્લી જિલ્લાના મોડાસાનું (Anand District Aravalli) અણદાપુર ગામ વર્ષોથી પ્રથામિક સુવિધાઓથી (Lack Of Basic Facility) વંચિત છે. ગામમાં પાકા રસ્તા ન હોવાના કારણે પ્રજા પરેશાનીનો સામનો કરે છે. પણ શનિવારે રાત્રે મામલો ગંભીર બની ગયો. જ્યારે ગર્ભવતીને સારવાર (Pregnant Woman Treatment) માટે લેવા આવેલી 108 2 કિમી દૂર ઊભી રહી. આ ગામમાં રહેતી ગર્ભવતીને શનિવારની મોડીરાત્રે પ્રસુતાની પીડા થતા 108ને ફોન (Emergency Call 108) કરાયો હતો. પણ ગામમાં સારા રસ્તા ન હોવાને કારણે ગાડી 2 કિમી દૂર ઊભી રહી અને મહિલાને ચાલીને જવું પડ્યું. પાકા રસ્તાના અભાવે અને ખાડામાં ફસાઈ જવાના ડરથી 108 એમ્બ્યુલન્સ ઘર સુધી આવતી નથી
પ્રસુતીની પીડા સાથે 2 કિમી સુધી ચાલી આ ગર્ભવતી, જાણો 108 કેમ ઘરે ન આવી
આઝાદી ને 75 વર્ષ થયાં છતાં દેશના હજું કેટલાય ગામડાઓમાં પક્કા રસ્તાઓ (Poor Road Connectivity) જોવા મળતા નથી. જેના કારણે મુશ્કેલી વેઠવાનો વારો પ્રજાનો આવે છે. વિકાસનું મોડલ ગણાતા ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે. પણ મામલો ત્યારે ગંભીર બને છે જ્યારે એક પ્રસુતાને (Pregnant Woman Treatment) સારવાર માટે 2 કિમી સુધી ચાલીને જવું પડે છે. કારણ કે, ખરાબ રસ્તાને અભાવે 108 ગામમાં નથી આવતી.
પ્રજા પરેશાન: ગામમાં કોઈ 108 ન આવવાને કારણે જ્યારે સારવાર માટે કોઈ ઈમરજન્સી ઊભી થાય ત્યારે પ્રજા પરેશાન થઈ જાય છે. કારણ કે વાહન ગામના છેવાડે ઊભું રહે છે. જેથી ત્યાં સુધી ચાલીને જવું પડે છે. આવી ઘટના કંઈ પહેલી વખત નથી બની. આ પહેલા પણ આવી ઘટના બનેલી છે. તંત્રના કેટલાક અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. નથી કોઈ રસ્તા બન્યા કે નથી કોઈ મુશ્કેલીનો નીવેડો આવ્યો. ગામડાંના વિકાસને જ ખરો વિકાસ ગણાવતી સરકારને જ્યારે પ્રાથમિક સુવિધાના મામલે ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તે ખાતરી આપીને સંતોષ માને છે. જ્યારે પગલાં ભરવા અંગે તંત્રની નીતિ ગોકળગાય જેવી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિકતા આ ઘટના ઉઘાડી પાડે છે.