ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી : દિલ્હીથી અમદાવાદ દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસે દબોચ્યો - મોડાસા ગ્રામ્ય પોલીસ

દિલ્હીથી અમદાવાદ દારૂની ખેપ મારતા બુટલેગરને અરવલ્લી પોલીસે ઝડપી લીધો છે. કારની શીટ નીચેથી પાછળની ડેકી સુધી ટનલ જેવા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ સંતાડી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બુટલેગર
બુટલેગર

By

Published : Nov 1, 2020, 9:49 PM IST

  • કારમાં વિદેશી દારૂની ખેપ
  • ટનલ જેવા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ સંતાડી દારૂની હેરાફેરી
  • રૂપિયા 48,000 કિંમતની વિદેશી દારૂની 96 બોટલ મળી

અરવલ્લી : જિલ્લાની મોડાસા ગ્રામ્ય પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર રાજસ્થાન તરફથી આવતી દિલ્હી હોન્ડા સિટી કારમાંથી રવિવારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર ચલાવી રહેલા દિલ્હીના બુટલેગરની ઘરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કારમાં શીટ નીચેથી પાછળની ડેકી સુધી ટનલ જેવા ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ સંતાડ્યો હતો

અરવલ્લી જિલ્લાની મોડાસા ગ્રામ્યા પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી કારમાં વિદેશી દારૂની ખેપ થઇ રહી છે. બાતમી મળતા હાઈવે પર બેરિકેડ ગોઠવી દઈ પોલીસે નાકાબંધી કરી હતી. બાતમી આધારિત હોન્ડા સિટી કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

દિલ્હીથી અમદાવાદ દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસે દબોચ્યો

વિદેશી દારૂની રૂપિયા 48,000 કિંમતની 96 બોટલ મળી

આ તપાસ કરતા સમયે કારની શીટ નીચેથી પાછળની ડેકી સુધી ટનલ જેવા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની રૂપિયા 48,000 કિંમતની 96 બોટલ મળી આવી હતી. જે કારણે કાર ચાલક પ્રવિણ સરવણ કુમાર શર્માને ઝડપ્યો હતો.

4.53 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, કાર મળી કુલ રૂપિયા 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details