ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ગેરકાયદેસર રેતીનું વહન કરતા ડમ્પરને અટકાવ્યું હતું. જોકે, ડમ્પરનો ચાલક રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રોયલ્ટી ઇન્સ્પેકટર ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસામાં ખાણ-ખનીજ વિભાગનાં રોયલ્ટી ઇન્સપેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ
મોડાસામાં ખાણ-ખનીજ વિભાગનાં રોયલ્ટી ઇન્સપેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ

By

Published : Feb 5, 2021, 4:25 PM IST


મોડાસા: અરવલ્લી જિલ્લામાં વર્ષ દહાડે કરોડો રૂપિયાનું ગરેકાયદેસર ખનીજ વહન કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વ રેતી, કપચી અને માટીનો સમાવેશ થાય છે. મોટાભાગના ડમ્પરોમાં રોયલ્ટી વિના અથવા તો ઓવરલોડ ખનીજ ભરેલું હોય છે. જોકે, અરવલ્લી જિલ્લાનાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કથિત મીલીભગતને કારણે જવલ્લે જ કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોવાથી આ પ્રકારના તત્વોને છુટો દોર મળી ગયો છે. તાજેતરમાં જ મોડીરાત્રે દેવરાજ મંદિર પાસે એક ઓવરલોડ ડમ્પરને રોયલ્ટી ઇન્સ્પેકટરે અટકવાતા ડમ્પર ચાલકે ઉશકેરાઇ જતા અને રોયલ્ટી ઇન્સ્પેકટરને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો.

રોયલ્ટી ઇન્સ્પેક્ટરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ

રોયલ્ટી ઇન્સ્પેકટરે મોડાસા ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભૂમાફિયાએ ગાડી ચઢાવી દઈને જાનથી મારી નાખવાની આપી ધમકી આપી હતી. આ અંગે ટાઉન પોલીસ દ્વારા અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. અરવલ્લી જિલ્લામાં ભૂમાફિયાઓ સાથે ખાણ ખનીજ વિભગની કથિત મીલી ભગત હોવાને કારણે જ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરો બેફામ બન્યા છે. જેના કારણે જ આવા તત્વો હવે અધિકારીઓને પણ ગાંઠતા ન હોવાનું લાગી રહ્યુ છે.

મોડાસામાં ખાણ-ખનીજ વિભાગનાં રોયલ્ટી ઇન્સપેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details