ગુજરાત

gujarat

By

Published : Dec 7, 2020, 6:40 AM IST

ETV Bharat / state

બર્થડે પાર્ટીમાં ગીતો વગાડવા મામલે યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધુલેટા(પાલ્લા) ગામમાં જન્મદિવસની ઉજવણીમાં ડી જે વગાડવા અંગે પાડોશીઓ સાથેના ઝઘડામાં થતાં એક યુવકને ગડદાપાટુનો માર મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

xz
xz

બર્થડે પાર્ટીમાં ગીતો વગાડવા મામલે ઝઘડો થતાં યુવકની હત્યા
અગાઉના ઝઘડાની અદાવતમાં ફરી ઝઘડો કર્યો

પોલીસે આરોપીની કરી ધરપકડ


મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધુળેટા (પાલ્લા) ગામે એક સગીર સહિત ત્રણ ઇસમો એક યુવકની હત્યા કરતા ચકચાર મચી હતી.બનાવની વિગત એવી છે કે ધુલેટા(પાલ્લા) ગામના કમલેશ ભાઈ નિનામાના પુત્ર દિવ્યેશનો જન્મ દિવસ હોવાથી બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમનો મિત્ર કલ્પેશ કાંતિભાઈ ડામોર પણ સામેલ થયો હતો. જેમને અગાઉ દિવ્યેશના પાડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારે હવે કલ્પેશ અહીં જન્મદિવસની ઉજવણીમાં આવતાં તેની સાથે ફરી એ મુદ્દે ઝઘડો કર્યો હતો.

ઝઘડાની અદાવત રાખી ફરી ઝઘડો કરી માર મારી કરી હત્યા

અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કલ્પેશ ડામોર સાથે ઉમેશ શીવરાજ નિનામા,શિવરાજ બદાભાઈ નિનામા અને રાજુ નાનજી ભાઈ નિનામાએ ફરીથી ઝઘડો કર્યો હતો. જેમાં ઉમેશ નિનામાએ કલ્પેશ ડામોર પર લાકડી વડે અને ગડદાપાટુનો માર મારતા કલ્પેશ ડામોરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. કલ્પેશને બેભાન અવસ્થામાં પરિવારજનોએ સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો . આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટીમો બનાવી રેડ કરી આરોપીઓને ઝડપી લીધા

ઝઘડા બાદ હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ટિમો બનાવી અલગ અલગ સ્થળે રેડ કરી કલ્પેશ ડામોરની હત્યા કરનાર સગીર અને તેના પિતા શીવારજ બદાભાઈ નિનામા અને રાજુભાઈ નાનજીભાઈ નિનામાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પોલીસને આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details