સોમવાર મોડી રાત્રે શામળાજી PSI સંજય શર્મા અને તેમની ટીમ દ્રારા બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની પેટી નંગ-320 કુલ - 3840 નંગ બોટલનો 15,96,000નો જથ્થો જપ્ત કર્યો હતો. હરિયાણાના રાહુલ શિવકુમાર ચમાર અને સુરેન્દ્ર ધનપત ચમારની ધરપકડ કરી હતી.
રતનપુર ચેકપોસ્ટ પાસેથી પોલીસે ટ્રકમાંથી 15.96 લાખના દારૂ સાથે 2ની ધરપકડ કરી - શામળાજી ન્યૂઝ
શામળાજી: બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા નવા પ્રયોગો કરતા હોય છે. શામળાજી પોલીસે રાજસ્થાન પાસે આવલે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ડાક પાર્સલ અને ભક્તિભાવના સૂત્રો લખેલ ટ્રકના કન્ટેનરમાંથી 15.96 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી.
aaropi
ટ્રકની કિંમત 800000 તથા 2 મોબાઈલ મળી કુલ 23,97,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.