- ભિલોડામાં વિકાસના કામો હેઠળ RTI
- તલાટીએ માહિતી ન અપાતા પૂર્વ સરપંચ સહિત ગામલોકોના ધરણા
અરવલ્લી: અરવલ્લી જિલ્લાનું ભિલોડા નગર તાલુકા મથક હોવા છતાં વિકાસ ઝંખી રહ્યું છે. સરકાર વિકાસ માટે ગ્રાંટ તો ફાળવે છે પરંતુ ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ભિલોડા નગરમાં વિકાસ માટે વર્ષ દરમ્યાન લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે તેમ છતાં લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. આ પરિસ્થિતીથી વ્યથિત થઇને નગરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ અંગેની માહિતી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભીખાભાઇ ભાટીયાએ તલાટી પાસે માંગી હતી. જો કે માહિતી આપવાના બદલે તલાટીએ પૂર્વ સરપંચ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પૂર્વ સરપંચ અને જાગૃત નાગરિકોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ