અરવલ્લી: જિલ્લાની રાજ્ય સરહદ પર આવેલી રાજસ્થાનની રતનપુર બોર્ડર એકાએક સીલ કરી દેવામાં આવતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોને બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાતથી રાજસ્થાન જતા વાહનોને પ્રવેશ આપવામાં આવતો હતો.
રાજસ્થાન બોર્ડર પર એકાએક નાકાબંધી થતા પ્રવાસીઓ અટવાયા - રાજસ્થાનની રતનપુર બોર્ડર
અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા રાજસ્થાનની રતનપુર બોર્ડર પર સોમાવરે સાંજના સમયે એકાએક નાકાબંધી કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. રાજસ્થાન બોર્ડર પર તૈનાત અધિકારીઓએ આ કાર્યવાહી અંગે કોઇપણ માહિતી આપી ન હતી.
રાજસ્થાન બોર્ડર પર એકાએક નાકાબંધી થતા મુસાફરો અટવાયા
કોઇપણ કારણ દર્શાવ્યા વિના બોર્ડર સીલ કરવામાં આવતા વાહનચાલકો પરેશાન થયા હતા. એક તરફની જ બોર્ડર સીલ કરવામાં આવતા રાજકીય કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.