ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી પોલીસ જાપ્તામાંથી ખૂંખાર આરોપી સૂકો ફરાર, 3 કોન્સ્ટેબલ્સ સહિત પીએસઆઈ સસ્પેન્ડ - ભીલોડા પોલીસ સ્ટેશનમાં જાપ્તામાંથી ફરાર

પ્રોહિબિશન અને અન્ય ગુનાનો નામીચો આરોપી સૂકા ડુંડ અરવલ્લી પોલીસ જાપ્તામાંથી ખૂંખાર આરોપી ફરાર (Notorious Accused Suka Dund absconding in Arvalli) થઇ ગયો છે. તેની GUJCTOCની ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. વચગાળાના જામીન મળતાં ઘેર ગયો હતો જ્યાંથી તે ફરાર થઇ ગયો છે. જેને લઇ તેના પર જાપ્તો રાખનાર પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ્સ સહિત પીએસઆઈ સસ્પેન્ડ ( PSI suspended ) કરાયાં છે.

અરવલ્લી પોલીસ જાપ્તામાંથી ખૂંખાર આરોપી સૂકો ફરાર, 3 કોન્સ્ટેબલ્સ સહિત પીએસઆઈ સસ્પેન્ડ
અરવલ્લી પોલીસ જાપ્તામાંથી ખૂંખાર આરોપી સૂકો ફરાર, 3 કોન્સ્ટેબલ્સ સહિત પીએસઆઈ સસ્પેન્ડ

By

Published : Sep 23, 2022, 2:16 PM IST

અરવલ્લી જિલ્લામાં હત્યા, લૂંટ તેમજ દારૂની હેરાફેરી કરનાર સૂકો પોલિસ જાપ્તામાંથી ફરાર (Notorious Accused Suka Dund absconding in Arvalli) થઇ જતા પોલિસ બેડામાં ચકચાર મચી છે. સમગ્ર અરવલ્લીમાં પ્રોહિબિશન અને અન્ય ગુનાને લઈને નામચીન સૂકા ડુંડ વિરૂદ્ધ પોલિસે GUJCTOC નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે વચગાળાના જામીન દરમિયાન પોલિસ જાપ્તા વચ્ચેથી સૂકો ડુંડ છુમંતર થઈ જતા ખળભળાટ મચ્યો છે.

એક પીએસઆઈ અને સાત પોલિસ કર્મચારીઓનો પહેરો હતો બનાવની વિગત મળતી માહિતી મુજબ એવી છે કે આરોપી સૂકા ડુંડને કોર્ટમાંથી જામીન મળતા પોલિસ પહેરા વચ્ચે તે ઘરે આવ્યો હતો. જેમાં એક પીએસઆઈ અને સાત પોલિસ કર્મચારીઓ તેના ઘરની આજુબાજુમાં પહેરો કરી રહ્યાં હતાં.

પોલિસની આંખમાં ધૂળ નાખી વચગાળાના જામીન દરમિયાન સૂકો ડુંડ ફરાર (Notorious Accused Suka Dund absconding in Arvalli) થઇ જતાં પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સૂકો કરાર થઇ જવાની ઘટના સામે આવતા તેને ઝડપી પાડવા જિલ્લાભરની પોલિસ દોડતી થઈ ગઇ છે. ભીલોડા પોલીસ સ્ટેશનમાં જાપ્તામાંથી ફરાર (Absconded from seizure in Bhiloda Police Station) થઈ જવા બદલ સૂકા ડૂંડ તેમજ તેના ભાઈ વિરૂદ્ધ નાસી જવામાં મદદગારી કરવા બદલ ગુનો નોંધ્યો છે.

3 કોન્સ્ટેબલ્સ સહિત પીએસઆઈ સસ્પેન્ડ પેરોલ પરથી સુકો ડુંડ ભાગી જવાના (Notorious Accused Suka Dund absconding in Arvalli) કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ ( PSI suspended ) કરવામાં આવેલ છે. પોલીસે આરોપીને પકડવા માટે જિલ્લાની LCB, SOG, પેરોલ ફર્લોની ટીમ તેમજ જિલ્લાની 25 પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દોઢ વર્ષ પહેલા સૂકા ડુંડ ઝડપાયો હતોઅપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ ( Aravalli Bootlegger Suka Dund )અને તેના સાગરીતોને ઝડપી પાડવા દોઢ વર્ષ પહેલા બાતમીના આધારે અરવલ્લી પોલિસે વોચ ગોઠવી તેના ગામ નજીક પસાર થતા રોડ નજીક ઝાડીઝાંખરામાંથી દબોચી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details