અરવલ્લીઃ જિલ્લામાં ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી. જેના કારણે અરવલ્લીના 4 જળાશયો 100 ટકા ભારાઈ ગયા હતા. જિલ્લા સિંચાઈ વિભાગે અરવલ્લીના તાલુકાઓમાં સિંચાઈ માટે રવિ અને ખરિફ પાક માટે તેમજ લોકોને પીવા માટે પાણી આપ્યું છે. તેમ છતાં જિલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જથ્થો પૂરતો છે.
પાણી 'નો' પોકારઃ અરવલ્લીના જળાશયો પાણીથી છલોછલ - અરવલ્લીના જળાશયો
ઉનાળામાં ગુજરાતની જનતા પાણી માટે વલખા મારી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પુરતુ પાણી છે. અરવલ્લી જિલ્લાના જળાશયો પાણીથી ભરેલા છે. જે ઉનાળા બાદ પણ સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડી શકે છે. આ બાબતે કાર્યપાલક ઈજનેરે માહિતી આપી હતી.
અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં હાલ પાણીનો જથ્થો સરેરાશ 50 ટકા છે. જિલ્લા સિંચાઈ યોજના હસ્તક આવેલા વાત્રક જળાશયમાં 51 ટકા, માઝમ જળાશયમાં 50 ટકા, મેશ્વો જળાશયમાં 50 ટકા છે, જ્યારે મેઘરજ તાલુકાના વયડી જળાશયમાં 26 ટકા પાણી ઉપલબ્ધ છે.
ગત વર્ષે ઉનાળાના આકરા તાપમા જળાશયમાં આ સમયે 26 ટકા આસપાસ પાણીનો જથ્થો હતો, જ્યારે વાત્રકમાં 15 ટકા પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે સારો વરસાદ થવાથી જિલ્લાના તમામ જળાશયોમાં 100 ટકા પાણી ભરાયા હતા. જો કે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા છતાં જિલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જથ્થો પુરતો છે.