અરવલ્લીમાંં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 215
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારના રોજ પાંચ વધુ પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 215 પર પહોંચ્યો છે. જે પૈકી 160 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે જિલ્લામાં 18 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
અરવલ્લી: જ્યાં પણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, ત્યા દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝિટિવ કેસ આવતા ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોંધાયેલા પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેવા વિસ્તારમાં જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા 224 ઘરોના 1,207 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી તે પૈકી 98 વ્યક્તિઓને હોમક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં અત્યારે હોમ ક્વોરેન્ટાઇન પ્રવાસી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 29 છે. તેમજ પોઝિટિવ દર્દીઓના સંપર્ક આવેલી 554 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 3 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 15 પોઝીટીવ દર્દીને સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 12 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, એક કેસ મેડીસ્ટાર હિંમતનગર, અમદાવાદની હોસ્પિટલમાં 5 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં એક દર્દી સારવાર હેઠળ છે.