ગુજરાત

gujarat

By

Published : Feb 6, 2020, 9:50 PM IST

ETV Bharat / state

બાયડમાં પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સંમેલન યોજાયુ

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યપાલ આચાર્યએ ખેડુતોને પરંપરાગત ખેતી કરવા આહ્વાન કર્યુ હતું. તેમજ રાસાયણિક કૃષિના માઠા પરિણામો અંગેને સમજ આપી હતી.

bayad
અરવલ્લી

અરવલ્લી : રાજયપાલે ખેડૂતોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રાજ્ય સરકાર કૃષિ કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. ત્યારે તેમા સહભાગી બની પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાઇ પ્રાકૃતિક ખેતી કરતા થવુ જોઇએ. તેમજ રાસાયણિક ઝેરયુક્ત ખેતીથી દૂર રહી ધરતીને બંજર બનાવતા અટકાવવી જોઇએ.

બાયડ ખાતે સુભાષ પાલેકર દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યુ છે. તો પ્રાકૃતિક ખેતીની પહેલ કરી એવા ફળ અને શાકભાજીનું ઉત્પાદન થાય કે વિદેશમાં તેની માંગ ઉભી થાય.

ABOUT THE AUTHOR

...view details