અરવલ્લી: જિલ્લાની સરહદ પર આવેલા રાજસ્થાન રાજ્યમાં શિક્ષક ભરતી વિવાદના મામલે ગત 3 દિવસ વાતવરણ તંગ બન્યુ છે. ઉપદ્રવીયોએ કેટલાય પોલીસ અને ખાનગી વાહનોને આગ ચાંરી કરી છે. જેથી અરવલ્લી પોલીસ દ્વારા રાજસ્થાન તરફ જતો નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
ગત 3 દિવસથી રાજસ્થાન તરફનો વાહન-વ્યહાર બંધ રહેતા વાહન ચાલકો અટવાયા છે. આંદોલનની આગની લપટો અરવલ્લીમાં અને ગુજરાતમાં ન પ્રસરે તે માટે, રાજસ્થાન સરહદ પર અણસોલ પોલીસ ચોકી પાસે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
નેશનલ હાઇવે નંબર 8 સતત ત્રીજા દિવસે બંધ મળતી માહિતી અનુસાર, રાજસ્થાનમાં 2 વર્ષ અગાઉ શિક્ષકોની 5,431 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જે ભરતી પ્રક્રિયા દરમિયાન બેઠકોની ઠરાવેલ ટકાવારી અનુસાર આદિજાતિની 589 અને અન્ય 965 જગ્યાઓ પર ઉમેદાવારોની ભરતી કરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ પર આદિજાતિ વિદ્યાર્થીઓનો ઉમેદવારીનો પ્રશ્ન છેડાયો છે. આ ટકાવારી અને બેઠકોના મુદ્દે આંદોલન શરૂ થયું હતું.
આ પણ વાંચોઃરાજસ્થાનમાં શિક્ષકોની ભરતી વિવાદ, સતત બીજા દિવસે શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે બંધ
રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી વિવાદના આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગુજરાતથી રાજસ્થાન જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. શામળાજી પોલીસ દ્વારા વાહનનો આશ્રમ ચાર રસ્તાથી ભિલોડા અને હિંમતનગર તરફ મોકલવામાં આવી રહ્યા છે. બીજા દિવસે પણ શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે બંધ રહેતા માલ વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. અટવાયેલા વાહન ચાલકો રોડ પર ભોજન બનાવવા મજબૂર બન્યા હતા. આંદોલનને લઈ ગુજરાતના સરહદી જિલ્લામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો શામળાજી તૈનાત છે.
આ પણ વાંચોઃરાજસ્થાનમાં ચાલી રહેલા શિક્ષક ભરતી વિવાદના પગલે અરવલ્લી પોલીસ સતર્ક
રાજસ્થાન રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓનું 18 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોવાથી જિલ્લામાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે માટે જિલ્લા પોલીસ તકેદારી રાખી રહી છે. આ સંદર્ભે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વધુ માહિતી આપી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજસ્થાન રાજ્યમાં ચાલતા આંદોલનને લઇ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી વાહનો ડાયવર્ટ કરી ભીલોડા તરફ થઇ અંબજી તરફ તેમજ મેઘરજ, ઉન્ડવા થઇ વાહનો તકેદારીના ભાગરૂપે ડાયવર્ટ કરવામાં આવેલા છે અને જિલ્લામાં બીજા કોઇ પ્રત્યાઘાત ન પડે તે માટે બંદોબસ્ત તથા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે.