ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં વિસ્ફોટક અવાજ કાઢતી પાંચથી વધુ બાઇક કરાઈ ડીટેઇન - gujarat

વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ બુલેટ પર રોફ જમાવતાં યુવકોની હરકતો અંગે સરકારનું ધ્યાન દોર્યુ હતું. જેના પગલે સરકારે ધ્વનિ પ્રદુષણ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપ્યા હતા. આજે રવિવારે મોડાસામાં પાંચ બુલેટ, ટ્રાફીક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા.

Aravalli
Aravalli

By

Published : Feb 14, 2021, 10:53 PM IST

  • અરવલ્લીમાં પાંચથી વધુ વિસ્ફોટક અવાજ કાઢતી બાઇક ડીટેઇન કરાઈ
  • પોલીસે બુલેટરાજાઓ પર તવાઈ બોલાવવાની શરૂ કરી
  • યુવકો વટ પાડવા ખાતર બદલે છે બુલેટનું સાયલન્સર

અરવલ્લી: જિલ્લામાં આજકાલ બુલેટ ચાલકોએ રાહદારીઓનું ધ્યાન આકર્ષિત કરવા એક નવી ટ્રેન્ડ ચલાવી છે. જેમાં યુવકો વટ પાડવા ખાતર બુલેટનું સાયલન્સર બદલીને મોટા બ્લાસ્ટ જેવો અવાજ કાઢે છે. આ બુલેટના સાઇલેન્સરનો અવાજ કાન ફાડી નાંખે એટલો વિસ્ફોટક હોય છે, જેનાથી ઘણી વખત અકસ્માત થવાનો પણ ભય છે, ત્યારે આવા બુલેટ ચાલકો વિરૂદ્વ કાર્યવાહી કરવા માટે સરકારે આદેશ જારી કર્યો છે. જેના પગલે પોલીસે અરવલ્લી જિલ્લામાં મોડાસા નગર સહીત જિલ્લાના મોડીફાઈડ બુલેટ ચલાવતા બુલેટરાજાઓ પર તવાઈ બોલાવવાની શરૂ કરી છે. બુલેટનું સાઇલેન્સર મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇકચાલકો વિરૂદ્વ પોલીસે વિશેષ અભીયાન હાથધરી 5થી વધુ બુલેટ ડિટેઇન કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.

અરવલ્લીમાં પાંચથી વધુ બાઇક કરાઈ ડીટેઇન

મોડીફાઇડ બાઇક કેટલા અવાજનું સર્જન કરે છે?

બાઇક ચલાવનારાઓ સુધારેલા સાયલન્સર લગાવી વિસ્ફોટક ફટાકડા જેવા આવજનું સર્જન કરે છે. પર્યાવરણીય (સુરક્ષા) નિયમો, 1986 હેઠળ, મોટરસાયકલો અને સ્કૂટરો માટે 80 ડેસિબલ અવાજની મહત્તમ મર્યાદા છે. પરંતુ, બાઇકરો કે જેઓ તેમના વાહનો પર સુધારેલા સાયલેન્સરનો ઉપયોગ કરે છે. તે આ ધોરણોનું ઉલ્લંઘન કરે છે. મોડિફાઇડ સાયલેન્સર વાળી બાઇકનો અવાજ ઓછામાં ઓછા 120 ડેસિબલ્સ અને ઘણીવાર 130 ડેસિબલથી ઉપર હોય છે. મોટરસાયકલોની એક્ઝોસ્ટ સિસ્ટમમાં ફેરફાર કરવા માટે ફેન્સી બાઇકરો રૂપિયા 1000થી 3000ની વચ્ચે ખર્ચ કરે છે.

અરવલ્લીમા પાંચથી વધુ બાઇક કરાઈ ડીટેઇન

ફેક્ટરી મોડેલમાં ફેરફાર કરવો ગેરકાયદેસર

મોટર વાહન અધિનિયમ હેઠળ ફેક્ટરી મોડેલમાં ફેરફાર કરવો ગેરકાયદેસર છે. મોટરસાયકલમાં ઓછા અવાજ ઉત્પન્ન કરવા માટે ત્રણ ફિલ્ટર્સવાળા સ્ટોક સાયલેન્સર હોય છે. પરંતુ,બાઇક ચાલકો મોટેથી અવાજ ઉત્પન્ન કરવા માટે સાયલેન્સરને બદલી નાખે છે. સંખ્યાબંધ મોટરસાયકલોએ ઉચ્ચ અવાજનું ઉત્પાદન કરતા સાયલેન્સરમાં ફેરફાર કર્યા છે, જ્યારે સંખ્યાબંધ મોટરસાયકલો પણ ફટાકડા જેવા અવાજ પેદા કરે છે જેનાથી ભય અને અકસ્માત સર્જાય છે.

ABOUT THE AUTHOR

...view details