મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 107 લોકો સંક્રમિત થયા છે. જેમાં શનિવારે ધનસુરા તાલુકાના ત્રણ અને મેઘરજમાં એક વધુ નવો કોરોના પોઝિટિવ કેસ મળી આવતા જિલ્લામાં ચાર નવા કેસનો ઉમેરો થયો છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં શનિવારના રોજ ધનસુરા તાલુકમાં અંબાસર ગામમાં બે, જયારે વ્રજપુરાકંપા એક તેમજ મેઘરજ તાલુકાના ગોકચુવાણ ગામે એક કેસ નોંધાતા કુલ ચાર કેસ મળી આવ્યાં હતા. જેને લઇ જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 107 સુધી પહોંચી ગઇ છે.
અરવલ્લીમાં 4 નવા કેસ, પોઝિટિવ કેસનો કુલ આંક 107 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાંં કોરોાનગ્રસ્ત લોકોની સંખ્યાનો આંક 107 પર પહોંચ્યો છે.
જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તારોમાં આરોગ્યની ટીમો હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં હાલની પરિસ્થતિએ 369 સેમ્પલનો રિપોર્ટ બાકી છે. જેને લઇ 2412 લોકોને હાલમાં હોમ ક્વોરનટાઈન કરાયા છે. અત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 16, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ 11 મળી કુલ 27 કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.
જ્યારે કોવિડ કેર સેન્ટરમાં બે દર્દીને રખાયા છે. સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના એક-એક દર્દી મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. શુક્રવારે સાંજે બાયડ તાલુકાના ચોઇલા ગામના પોઝિટિવ દર્દીની વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર પૂર્ણ થતાં રજા આપવા આપવામાં આવતા જિલ્લામાંકુલ 77 દર્દીઓ સ્વસ્થ્ય થઇ સ્વગૃહે પરત ફર્યા છે.