ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ, કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી - અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્રારા ઝૂંપડપટ્ટીમાં આવેલ છાપરાંઓ માટે મંજૂર થયેલાં 800 જેટલા મીટરોની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરી પાકા મકાનોમાં લગાવ્યા આવ્યાં હોવાથી તપાસનો ધમધમાટ શરુ થયો છે. મોડાસા યુજીવીસીએલ કચેરીમાં છેલ્લાં બે દિવસ ધામા નાખી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

મોડાસા યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ, કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી
મોડાસા યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ, કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી

By

Published : Dec 5, 2020, 1:40 PM IST

Updated : Dec 5, 2020, 2:06 PM IST

  • મોડાસામાં વીજતંત્રનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો
  • યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ
  • ઝૂંપડાઓમાં લગાવવાના 800 મીટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર
  • મીટર દીઠ 6000 રુપિયા પડાવ્યાં



મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્રારા ઝૂંપડપટ્ટીમાં આવેલ છાપરાંઓ માટે મંજૂર થયેલાં 800 જેટલા મીટરોની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરી પાકા મકાનોમાં લગાવ્યા આવ્યાં હોવાથી તપાસનો ધમધમાટ શરુ થયો છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે હિંમતનગર સર્કલ વિજિલન્સની ટીમે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં છેલ્લાં બે દિવસ ધામા નાખી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરંતુ હાલ એક પણ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયારી નથી.

મોડાસા યુજીવીસીએલના અધિકારીએ મીટર કૌભાંડ આચર્યુ, કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી
કનેકશન દીઠ 6000ની રોકડી કરી લીધી હોવાનો પર્દાફાશસરકારી કચરીઓ અને ભ્રષ્ટાચાર પર્યાયી શબ્દ થઇ હોય તેમ જાણે હજુ તો અરવલ્લી ટાઉન પ્લાનીંગ અધિકારીની એસીબી દ્રારા ટ્રેપની ચર્ચા થઇ રહી છે, ત્યાં જ વળી મોડાસા નગરમાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વધુ એક મસમોટું કૌભાંડ આચરાયું હોવાની વાત ચોરેને ચૌટેે ચર્ચાઇ રહી છે. સરકાર દ્રારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે મફત વીજ કનેકશન માટે યોજના જાહેર કરાઈ હતી . જોકે આ યોજનાનો મોડાસા વીજ વિભાગના કર્મચારીઓ પોતાના ખીસ્સાં ભરવા માટે કર્યો હતો.

એક જાગૃત નાગરિકની અરજીના આધારે હિંમતનગર સર્કલ વિજિલન્સની ટીમે મોડાસા યુજીવીસીએલ કચેરીમાં બે દિવસ ધામા નાખી તપાસ કરી હતી.જેમાં ગરીબોના મંજૂંર થયેલા 800 જેટલા વીજ મીટરના જોડાણ પૈસાદાર લોકોને ત્યાં નાખી દઈ કનેકશન દીઠ રૂ.6000ની રોકડી કરી લીધી હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં મોડાસા યુ.જી,વી.સી,એલ.ના એક અધિકારી સહિત કેટલાક કર્મચારીઓ, નગરપાલિકાના અધિકારી, વચોટીયા વાયરમેનની સંડોવણી હોવાનું બહાર આવ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે

વિજિલન્સ ટીમના અધિકારીઓએ બંધબારણે તપાસ કરી

વિજિલન્સ ટીમના અધિકારીઓએ કુલળીમાં ગોળ ભાંગ્યો છે ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવશે કે પછી દબાવી દેવામાં આવશેે તે તો આવનાર સમય જ બતાવશે.

Last Updated : Dec 5, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details