અરવલ્લી: ગ્રામિણ વિસ્તારની સાથે મોડાસા શહેર પણ કોરોનાની ચપેટમાં આવી જતાં શહેરમાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી મ્યુનિ. દ્રારા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ મળી આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને કારણે કલેકટર દ્વારા આ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારમાં વધુ લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે આ વિસ્તારમાં સેનિટાઇઝેનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોડાસામાં કન્ટેનમેન્ટ ઝોનને સેનિટાઇઝેશન કરવામાં આવ્યાં
અરવલ્લીના મોડાસા શહેરમાં કન્ટેનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારમાં મ્યુનિ. દ્રારા સેનિટાઇઝેશનની કામ ગીરી હાથ ધરવામાં આવી છે.
મોડાસા: કન્ટેન્ટમેન્ટ ઝોનને સેનિટાઇઝેશન કરવામાં આવ્યા
શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારને સંપૂર્ણપણે સેનીટીઇંઝેશન કરવા માટે બે ફોગર મશીન, મીની ફાયર ફાયટર, જેટીંગ મશીન તથા ટ્રેકટરના ઉપયોગથી શહેરની 19થી વધુ સોસાયટીઓને આવરી લેવામાં આવી છે. જેમાં વસવાટ કરતા 4000 લોકોને આરોગ્યની દરકાર રાખવામાં આવશે.