ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા દુષ્કર્મ પ્રકરણઃ દલિત સમાજનું અલ્ટીમેટમ, 7 દિવસમાં માંગણી ન સંતોષાઈ તો મહાસંમેલન - ABOUT MODASA RAPE CASE

ગાંધીનગરઃ યુવતી સાથે દુષ્કર્મ બાદ તેને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ મુદ્દે દલિત સમાજ હવે રાજ્યભરમાં વિરોધ નોંધાવશે. તેમજ મૃતક યુવતીને ન્યાય ન મળે અને આરોપીઓ પકડાય નહીં, ત્યાં સુધી દલિત સમાજ દ્વારા ગામે-ગામ સંમેલનો યોજાશે.

MODASA RAPE CASE : Dalit society will convene convention
મોડાસા દુષ્કર્મ પ્રકરણઃ દલિત સમાજનું અલ્ટીમેટમ, 7 દિવસમાં માંગણીઓ ન સંતોષાય તો કરશે મહાસંમેલનો

By

Published : Jan 18, 2020, 2:54 PM IST

આ સમગ્ર ઘટના સંદર્ભે દલિત સમાજના આગેવાન કેવલ સિંહ રાઠોડે જણાવ્યું કે, યુવતી પર થયેલા દુષ્કર્મ અને બાદમાં મૃત્યુ પછી પણ પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નથી. યુવતી સાથે બનેલી ઘટનામાં પોલીસ તંત્ર ચૂપ છે. જેને વહીવટી અને પોલીસ પ્રશાસન સમક્ષ પાંચ માગ કરી છે, જેમાં કહ્યું છે કે, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય. પીડિત પરિવારને કાયમી પોલીસ રક્ષણ આપવામાં આવે. આ કેસની તપાસ CIDને સોંપવામાં આવે. આ સાથે જ ફરજમાં બેદરકારી દાખવનાર SP મયુર પાટીલ અને PI એન. કે. રબારીની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવે. આ સાથે જ યોગ્ય પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવે.

મોડાસા દુષ્કર્મ પ્રકરણઃ દલિત સમાજનું અલ્ટીમેટમ, 7 દિવસમાં માંગણીઓ ન સંતોષાય તો કરશે મહાસંમેલનો

ઉલ્લેખનીય છે કે, દલિત સમાજનું ડેલીગેશન ગઈ કાલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને મળીને રજૂઆત કરી હતી. 7 દિવસની અંદર માગ સંતોષવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો તમામ માંગણીઓ 7 દિવસની અંદર નહીં સંતોષવા ન આવે તો આવનારા દિવસમાં દરેક જિલ્લામાં મહાસંમેલનો યોજી સરકારનો વિરોધ કરવાનું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details