ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા પાલિકાએ ઇતિહાસનો સૌથી વધુ રૂપિયા 5.11 કરોડનો વેરો વસુલ કર્યો

મોડાસા નગરપાલિકા દ્વારા 2020-21ના નાણાંકીય વર્ષના અંતે અત્યાર સુધીના મોડાસા નગરપાલિકાના ઇતિહાસની સૌથી વધુ વિક્રમી કહી શકાય તેવી કુલ રુપિયા 5.11 કરોડની વસુલાત કરવામાં આવી છે. મોડાસા નગરપાલિકા દ્વારા 2017-18ના વર્ષમાં નગરપાલિકાએ વેરા સામે મફત ડસ્ટબીનના વિતરણની યોજના મુકી હતી. ત્યારે નગરપાલિકામાં 80.05 ટકા વસુલાતનો રેકોર્ડ થયો હતો. જ્યારે હાલની કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ તથા ચૂંટણી જેવા કપરા સંજોગો વચ્ચે પાલિકાના મુખ્ય અધિકારી જીગ્નેશ બારોટ તેમજ કર્મચારીઓની અથાગ મહેનતને લીધે નગરપાલિકાના ઇતિહાસની સૌથી વધુ વસુલાત થવા પામી છે. જે અગામી દિવસોમાં નગરપાલિકાની આર્થિક સધ્ધરતામાં વધારો કરશે.

મોડાસા પાલિકાએ ઇતિહાસનો સૌથી વધુ રુ.5.11 કરોડનો વેરો વસુલ કર્યો
મોડાસા પાલિકાએ ઇતિહાસનો સૌથી વધુ રુ.5.11 કરોડનો વેરો વસુલ કર્યો

By

Published : Apr 6, 2021, 6:23 PM IST

Updated : Apr 6, 2021, 8:54 PM IST

  • 23 દિવસના ટુકા સમયગાળામાં રુપિયા 1.00 કરોડથી વધુ રકમની માતબર વસુલાત કરી
  • અંદાજે 100થી વધુ મીલકતોને સીલ કરવાની નોટીસ પાઠવી છે
  • 75 જેટલા રહેણાંકના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે

અરવલ્લીઃ મોડાસા નગરપાલિકાનું 2020-21ના નાણાકીય વર્ષનું કુલ માંગણું રૂપિયા 4.47 કરોડ હતું. જેની સામે રૂપિયા 3.75 કરોડ એટલે કે 83.89 ટકા જેટલી માતબર રકમ વસુલાત કરવામાં આવી છે. મુખ્ય અધિકારી જીગ્નેશ બારોટના જણાવ્યા મુજબ મોડાસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ 08/03/2021ના રોજથી વેરા વસુલાત શાખા તેમજ નગરપાલિકાના અન્ય વિભાગના કાયમી, કરારી તથા એપ્રેન્ટીસના કર્મચારીઓ દ્વારા હાલમાં ચાલતી કોરોના મહામારીના સમયગાળામાં અનેક જોખમો વચ્ચે ચાલુ તેમજ જાહેર રજાના દિવસોમાં પણ કપરી કામગીરી કરી છે . જેના પરિણામે 22થી 23 દિવસના ટૂંકા સમયગાળામાં રુપિયા 1.00 કરોડથી વધુ રકમની માતબર વસુલાત કરી છે.

મોડાસા પાલિકાએ ઇતિહાસનો સૌથી વધુ રુ.5.11 કરોડનો વેરો વસુલ કર્યો

આ પણ વાંચોઃસુરતમાં અંદાજે 71.86 કરોડ રૂપિયાનો મિલકત વેરો માફ કરાશે

૩૫ વાણીજ્યક મીલ્કતો પણ સીલ કરવામાં આવી છે

આ વસુલાતની કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા અંદાજે 100થી વધુ મીલ્કતોને સીલ કરવાની નોટીસ પાઠવી છે, તેમજ 35 વાણીજ્યક મીલ્કતો પણ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 75 જેટલા રહેણાંકના નળ કનેકશનો કાપવામાં આવ્યા છે. આગામી સમયમાં રીઢા બાકીદારો સામે નગરપાલિકા દ્વારા લાલ આંખ કરી કાયદાકીય રીતે મીલ્કતની જપ્તીથી હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃભુજ નગરપાલિકાએ અત્યાર સુધી 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલ કર્યો

Last Updated : Apr 6, 2021, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details