ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ની ધરપકડ

અરવલ્લીઃ મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરી કાર પસાર થવાની છે તેવી બાતમીના આધારે ફરજ પર રહેલા પોલીસે એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો.

By

Published : Sep 8, 2019, 10:36 PM IST

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ની ધરપકડ

પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહન મારફતે પીછો કરવાની સાથે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પી.એસ.આઈ રાઠોડ અને તેમની ટીમે મેઘરજની જલારામ હોસ્પિટલ નજીક નાકાબંધી કરી ઇનોવા કારમાંથી કડીના અરવિંદસિંહ ચતારાજી ઉર્ફે ચતુરસિંહ રાઠોડ નામના બુટલેગર સાથે રાજસ્થાનના એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો .

કારની તલાસી લેતા ઇનોવા કારની પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૩ કીં.રૂ.૧૨૧૫૦૦/-ના જથ્થા સાથે મહેસાણા કડીના રહીશ અરવિંદ સિંહ ચતરાજી ચતુરસિંહ રાઠોડે અને રાજસ્થાન ઉદેપુરના સમીર ચંદ્રશેખર વર્માને ઝડપી પાડ્યા હતાં. પોલીસે ઇનોવા કાર કીં.રૂ.૫૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૫૫૦૦/- કુલ.રૂ.૫૨૭૦૦૦/- ના મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details