ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરનું ગામ પ્રાથમિક સુવિધાની વંચિત, બાળકો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબુર - માલપુર

અરવલ્લી: માલપુર તાલુકાના જુના વિરણયા ગામથી પ્રાથમિક શાળામાં જવાનો કાચો રસ્તો હોવાથી બાળકો કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે. બાળકો દર ચોમાસમાં આ મુશકેલીનો સામનો કરે છે. ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે.

malpur children

By

Published : Aug 2, 2019, 9:28 AM IST

બાળકોએ 'રોડ બનાવો' 'રોડ બનાવો' અને 'રોડ બનાવો તો શાળાએ દરરોજ આવીએ'ના નારા લગાવ્યા હતા. માલપુર તાલુકાના જુના વિરણયા ગામથી 700 મીટર દૂર આવેલી પ્રાથમિક શાળામાં જવા માટે પાકો રસ્તો નથી. છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓ રોડ બનાવાની માંગ કરી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા માટે આવતા નેતાઓ સમક્ષ અનેક વાર પ્રાથમિક શાળાથી ગામના રોડ સુધી રોડ બનાવવા રજુઆત કરતા રોડ બનાવી આપવાની બાંહેધરી આપવામાં આવે છે. પરંતુ આ વાયદાઓનું જીત મળ્યા પછી બાષ્પીભવન થઇ જાય છે.

માલપુરમાં 'રોડ બનાવો' 'રોડ બનાવો' ના બાળકોએ લગાવ્યા નારા

બાળકો કાદવ કીચડવાળા કપડાં સાથે શાળામાં આવે છે. જેનાથી કેટલા બાળકો બીમારીમાં સપડાય છે. ગ્રામજનોએ જણાવ્યું કે,ચોમાસામાં કાદવ-કીચડ માંથી દરરોજ પસાર થવું પડતા ચામડીના રોગનો ભોગ પણ અનેકવાર બની ચુક્યા છે. ગ્રામજનોએ આગામી દિવસોમાં માંગ નહિ સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details