ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં માથુરની ઉપસ્થિતિમાં મેં ભી ચૌકીદાર કાર્યક્રમનું આયોજન - aravalli

અરવલ્લી: મોડાસામાં 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઓમ માથુરે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ઓમ માથુરે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, UPA સરકારમાં જે લૂંટ મચાવવામાં આવી હતી, તેના માટે હવે ચોકીદાર બેઠો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 1, 2019, 3:22 AM IST

મેં ભી ચૌકીદાર હું કેમ્પેઇન હેઠળ સમગ્ર દેશમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જે અંતર્ગત સમગ્ર દેશમાં લોકસભા બેઠક પર મેં ભી ચૌકીદાર હું અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે સાબરકાંઠા સીટ પર અરવલ્લી જિલ્લામાં મેં ભી ચૌકીદાર કાર્યક્રમ હેઠળ ગુજરાત પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડાસા ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




ABOUT THE AUTHOR

...view details