ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના મોડાસાની મદની હાઇસ્કૂલને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી મદની હાઇસ્કૂલની જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. જે બદલ જિલ્લા કલેક્ટર અમૃતેષ ઔરંગાબદકરના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Aravalli Breaking News
Aravalli Breaking News

By

Published : Jun 6, 2021, 10:52 PM IST

  • મોડાસાની મદની હાઇસ્કૂલને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી
  • ગુજરાત સરકાર તરફથી શાળાને રૂપિયા એક લાખનું પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યું
  • કલેક્ટર અમૃતેષ ઔરંગાબાદકરના વરદ હસ્તે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રમાણ પત્ર અપાયું

અરવલ્લી : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અરવલ્લી જિલ્લો મોડસાના સંયુકત ઉપક્ર્મે વર્ષ 2020 -21માં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં ‘ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ’ મોડાસા સંચાલિત MRTC મદની હાઇસ્કૂલ, જિલ્લા કક્ષાએ શહેરી વિસ્તારની પ્રથમ ક્રમાંકની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેષ ઔરંગાબાદકરના વરદ હસ્તે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રમાણ પત્ર શાળાના આચાર્ય સુલતાન આઇ. મલેક તથા ટ્રસ્ટના પ્રતિનિધિ ઉપ-પ્રમુખ જીવાભાઇ ખાનજીને અર્પણ કરવામાં આવ્યો હતો તથા ગુજરાત સરકાર તરફથી શાળાને રૂપિયા 1,00,000નું પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી એચ.પટેલ તથા E.I. શૈલેષભાઇ ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની સોનુએ બિકીની પહેરીને તળાવમાં કર્યું સ્વિમિંગ, જૂઓ વીડિયો…

શાળાને એવોર્ડ મળવા પાછળ વિશિષ્ટ પરિબળો જવાબદાર

ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ ટાઢા તથા આચાર્ય સુલતાન આઇ. મલિકના જણાવ્યા અનુસાર શાળાને શ્રેષ્ઠ શાળા એવોર્ડ મળવા પાછળ પરિબળો શાળાની આગવી શિક્ષણ પદ્વતિ અસરકારક નેતૃત્વ વિષય નિષ્ણાંત સ્ટાફ મિત્રો સતત વાલી સંપર્ક દરેક વિદ્યાર્થી પરની વ્યક્તિગત દેખરેખ, સંચાલક મંડળ તરફથી મળતું વિશિષ્ટ માર્ગદર્શન જેવા પરિબળો સહભાગી છે .

આ પણ વાંચો : વિરમગામમાં શેઠ એમ. જે. હાઇસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ વચ્ચે મારામારી

કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી અભિનંદન પાઠવ્યા

શાળાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ અરવલ્લી જિલ્લા કલેક્ટર અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી મોડાસા શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા અગ્રણિઓએ સંચાલક મંડળના પ્રમુખ બાબુભાઇ ટાઢા તથા તમામ હોદ્દેદારો અને શાળા પરિવારને અભિનંદન પાઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details