ગુજરાત

gujarat

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન કૃષ્ણજન્મોત્સવ સાદગીથી યોજાશે

By

Published : Aug 9, 2020, 5:02 PM IST

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્રારા અગામી દિવસોમાં આવતા તહેવારો દરમ્યાન તમામ પ્રકારના મેળાવડાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના તહેવાર નિમીતે દર વર્ષની જેમ પુજા અર્ચના રાબેતા મુજબ થશે, જોકે આરતી અને જન્મ સમયે શ્રદ્વાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન કુષ્ણજન્મોત્સવ સાદગી પૂર્ણ યોજાશે
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન કુષ્ણજન્મોત્સવ સાદગી પૂર્ણ યોજાશે

શામળાજીઃ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારના માર્ગ દર્શન પ્રમાણે શામળાજીમાં ભગવાન શામળિયાનો જન્મોત્સવ સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ભક્તોને સેનેટાઇઝ અને સ્ક્રીનીંગ કરી માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપવામાં આવશે.

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન કુષ્ણજન્મોત્સવ સાદગી પૂર્ણ યોજાશે

જોકે દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવતી શોભાયાત્રા મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. મંદિરમાં ભગવાનના જન્મ અને આરતી સમયે પણ ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારી સિવાય શ્રદ્વાળાઓનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભગવાનનો પ્રસાદ તેમજ ભંડારો પણ બંધ રાખવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details