અરવલ્લી :વિધાનસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લીના માલપુર અણીયોર ચોકડી નજીક ગામના કેટલાક યુવાનોએ દારૂ ભરેલી કાળા કલરની સ્કોર્પિઓ ઝડપી પાડી હતી. જે સોશિયલ મીડિયામાં ત્રણ ચાર વિડીયો વાયરલ કર્યા હતા. દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાતા ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ ક્યાંકથી આવી પહોંચી ગાડી પકડનાર યુવાનની આજીજી કરી રહ્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો. (Crime against Rajendra Patel)
ભાજપ પ્રમુખ છટકી ગયામળતી માહિતી મુજબ પોતાનો વિડીયો ઉતરી રહ્યો હોવાનું ભાન (Aravalli BJP President Liquor Case) થતા ભાજપ પ્રમુખ ત્યાંથી છટકી ગયા હતા. જોકે જિલ્લા પ્રમુખને આજીજી કેમ કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા DYSPને સત્વરે માલપુર પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ જિલ્લા LCB PI કે.ડી.ગોહીલને સોંપી દારૂની હેરાફેરીમાં સંડોવણી હોય તેવા તમામ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. (Liquor case against Rajendra Patel)