અરવલ્લીઃ જિલ્લામાં મંગળવરના રોજ વહેલી સવારે આકાશમાં ભારે ગાજવીજ સાથે મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. આ સમયે મેઘરજના ઓઢા કસાણા ગામે ખેતરના ઉભા લીલાછમ ઝાડ પર વીજળી ત્રાટકી હતી. જેના કારણે ઝાડમાં એકાએક આગ લાગી હતી. જો કે, સદનસીબે આ સમયે કોઇ વ્યક્તિ ખેતરમાં ન હોવાથી જાનહાન ટળી હતી.
ચાલુ વર્ષની વીજળી પડવાની ઘટનાઓ
30 જૂન, રાજકોટઃ સાણથલી ગામમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ અને ડોડીયાળા ગામે વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
30 જૂન, બોટાદ: બોટાદ તાલુકાના લાઠીદડ ગામે ભાવનગર રોડ પર આવેલી ખેતીની જમીનમાં 60 વર્ષીય ઘનશ્યામભાઈ ચૌહાણ અને તેમની 5 વર્ષીય પૌત્રી જાનવી ચૌહાણનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું.
29 જૂન, ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયાં હતા. જેમાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના 2 અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 વ્યકિતનું મોત નીપજ્યું હતું.
26 જૂન, પટનાઃ બિહારમાં વીજળી પડવાથી 108 લોકોના મોત નીપજ્યા હતા