અરવલ્લીઃ જિલ્લામાં સતત વધી રહેલા કેસની લઇની લોકોમાં ચીંતા પ્રસરી છે. આ અંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ચીરાગ ઉપાદ્યાયએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જરૂરી સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 215 પર પહોંચ્યો છે, જ્યારે 19 દર્દીઓના મૃત્યુ થયા છે.
અરવલ્લી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેને કલેક્ટરને કોરોનાની મહામારીને લઇને લખ્યો પત્ર - અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 215 પર પહોંચ્યો
- જ્યારે 19 દર્દીઓના મૃત્યુ થયા
- સામાજીક આગેવાનો સાથે મંત્રણા કરીને લોકોની હિતાકારી માટે અસરકારક પગલાં ભરવા વિનંતી કરી
કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. ચીરાગ ઉપાદ્યાયએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે . જેમાં તેમણે જિલ્લાની પરિસ્થિતિ અંગે ચીંતા વ્યકત કરી છે. આ પત્રમાં તેમણે કલેક્ટરને જનતાના હીત માટે કોરોનાની માહામરીમાં એલોપેથીક, આયુર્વેદિક, હોમીઓપેથીક ડૉક્ટર્સના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને સામાજીક આગેવાનો સાથે મંત્રણા કરીને લોકોની હિતાકારી માટે અસરકારક પગલાં ભરવા વિનંતી કરી છે.