મિનરલ વોટરના જગમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ - government
અરવલ્લીઃ જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગની નિષ્ક્રિયાતાના પગલે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મોડાસામાં વેપારીએ મંગાવેલા મિનરલ વોટર જગમાંથી ભમરો નીકળતા વેપારીયો ચોંકી ઉઠ્યા હતા.
સ્પોટ ફોટો
મોડાસામાં સ્ટાઈલ રેડીમેડ નામની દુકાન ચલાવતા મિતેષ ઇસરાનીએ જણાવ્યું હતું કે તેઓ મોડાસામાં પ્રકૃતિ જળમાંથી પાણી મંગાવે છે અને અગાઉ પણ આવી જ રીતે પાણીમાંથી જીવાત નીકળી હતી. જોકે આજે જગમાંથી પાણી કાઢવા જતા તેમણે નળ ખોલ્યો ત્યારે ભમરો નીકળ્યો હતો.